બામણબોર પાસે કાર ડિવાઈડર કુદી જતાં સર્જાયો અકસ્માત: ત્રણને ઈજા
04:03 PM Jun 06, 2025 IST
|
Bhumika
Advertisement
સુરેન્દ્રનગરથી લેબર કામ કરી ગોંડલના ગુંદાળા ગામે પરત ફરતી વખતે ઘટી ઘટના
Advertisement
ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતા ત્રણ યુવાન સુરેન્દ્રનગરથી લેબર કામ કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે બામણબોર પાસે કાર ડીવાઈડર કુદી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના ગુંદાળા ગામે રહેતા વિશાલ કિશોરભાઈ ઉદેશ (ઉ.25), હાર્દિકભાઈ (ઉ.35) અને સતીષ કિશોરભાઈ ઉદેશ (ઉ.25) રાત્રિના સાડા ત્રણેય વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગરથી કાર લઈ ગુંદાળા ગામે પરત ફરી રહ્યાં હતા ત્યારે બામણબોર નજીક કાર ડીવાઈડર ટપી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement