For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સને જ નડ્યો અકસ્માત: 3 લોકોના કમકમાટીભર્યાં મોત

10:21 AM Mar 26, 2024 IST | Bhumika
ચોટીલા રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સને જ નડ્યો અકસ્માત  3 લોકોના કમકમાટીભર્યાં મોત
  • મહિલા દર્દીની નજર સામે બહેન, પુત્રી અને ડ્રાઈવરનું મૃત્યુ: આપા ગીગાના ઓટલા પાસે હોટલમાં જવા ટ્રક ચાલકે ઓચિંતા વળાંક લેતા પાછળથી એમ્બ્યુલન્સ ઘૂસી ગઈ: બે વ્યક્તિને ઈજા
  • ચોટીલા પાસે મોડીરાત્રે એમ્બ્યુલન્સ કારને ગોજારો અકસ્માત નડ્યો હતો તસવીરમાં બૂકડો બોલી ગયેલી એમ્બ્યુલન્સ અને અન્ય તસવીરમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર હતભાગીઓ નજરે પડે છે 

હોળી-ધૂળેટીનો પર્વ ફરી એક વખત રક્તરંજીત થયું છે. ગઈકાલે મોડીરાત્રે ચોટીલાથી મહિલા દર્દીને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં લઈ આવતા હતાં ત્યારે આપાગીગાના ઓટલા પાસે આગળ જતા ટ્રક ચાલકે હોટલ તરફ જવાં ઓચીંતા વણાંક લેતા પાછળથી આવતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘુસી જતાં મહિલા દર્દીની નજર સામે જ બહેન, પુત્રી અને ડ્રાયવરના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

Advertisement

આ ગોજારા અકસ્માતની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ચોટીલાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા ઉ.વ.45ને પડખામાં દુ:ખાવો થતોં હોય ગઈકાલે તેમને ચોટીલા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવવામાં આવ્યા હતાં. મોટા બહેનની તબીયત સારી ન હોય રાજકોટના રણુજા નગરમાં રહેતી ગીતાબેન જયેશ મીયાત્રા ઉ.વ.45 ચોટીલા મોટીબહેનની ખબર કાઢવા માટે ગઈ હતી.

દરમિયાન રાત્રીના કાજલબેનને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાતા ચોટીલામાંથી એમ્બ્યુલન્સ ભાડે કરી મહિલા દર્દી કાજલબેનને સારવાર અર્થે રાજકોટ લઈ આવતા હતા ત્યારે આપાગીગાના ઓટલા પાસે આગળ જતાં ટ્રક ચાલકે હોટલ તરફ વળવા ઓચીંતા વણાંક લેતા પાછળથી પુરઝડપે આવતી ઈકો એમ્બ્યુલન્સ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી.
આ ગમખવાર અક્સમાતમાં એમ્બ્યુલન્સના ડ્રાયવર વિજયભાઈ જીવાભાઈ બાવળિયા ઉ.વ.39, ચોટીલાના રાજપરા ગામે રહેતી પાયલબેન હરેશભાઈ મકવાણા ઉ.વ.18 અને તેની માસી ગીતાબેન જયેશભાઈ મીયાત્રા ઉ.વ.45ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે મહિલા દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા ઉ.વ.45 અને જયેશભાઈ મીયાત્રાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

મોડીરાત્રે બનેલી આ દૂર્ઘટનાના કારણે ચોટીલા હાઈવે પર ટ્રાફિકના ચક્કાજામ થઈ ગયા હતાં. આ બનાવની જાણ થતાં ચોટીલા પોલીસ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ 108 મારફત ઈકો કારમાં ફસાયેલા તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતાં.

પોલીસની તપાસમાં મહિલા દર્દી કાજલબેન મકવાણાના પતિ શાકભાજીનો ધંધો કરે છે જ્યારે તેમને સંતાનામાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં એક પુત્રી પાયલબેન અકસ્માતે કાળનો કોળિયો બની ગયા હતાં. જ્યારે રાજકોટથી ખબર કાઢવા આવેલ કાજલબેનની નાની બહેન ગીતાનું પણ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. ગીતાબેને થોડા સમય પહેલા રાજકોટના રણુજા નગરમાં રહેતા જયેશ મીયાત્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને પતિ કલરકામ કરે છે જ્યારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement