રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લાલપુરના રક્કા ગામના પાટિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

02:36 PM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામના પાટીયા પાસે બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં એક બાઈકના ચાલક ખડખંભાળિયા ગામના યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બાઈકના ચાલક અને પાછળ બેઠેલા યુવાન બંનેને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામમાં રહેતો સાગર વલ્લભભાઈ વાડોદરિયા નામનો 26 વર્ષનો યુવાન ગત 28મી તારીખે પોતાનું મોટરસાયકલ લઈને લાલપુર તાલુકાના રક્કા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, દરમિયાન સામેથી આવી રહેલા નંબર વગરના એક બાઈક ના ચાલકે જોરદાર ટક્કર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં સાગરભાઇ ને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. આ ઉપરાંત અકસ્માત સર્જનાર નંબર વગરના બાઈક ચાલક અને તેની પાછળ બેઠેલા એક યુવાન, જે બંનેને પણ આ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજા થઈ હતી, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક સાગરભાઇ ના કાકા મુકેશભાઈ પરસોત્તમભાઈ વાડોદરિયા એ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં લાલપુર નો પોલીસ કાફ્લો ઘટના સ્થળે, તેમ જ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsLalpurLalpur news
Advertisement
Next Article
Advertisement