For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર ચાર વાહનો વચ્ચે અકસ્માત, 1નું મોત

11:53 AM Aug 19, 2024 IST | Bhumika
રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ચાર વાહનો વચ્ચે અકસ્માત  1નું મોત
Advertisement

ટ્રક-બસ-ઈકો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ગોંડલ હાઈવે ઉપર ટ્રાફિકજામ

રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ભુણાવા નજીક એક સાથે ચાર વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત બાદ નેશનલ હાઈવે પર ટ્રાફીક જામ થઈ જતાં વાહનોના થપ્પા લાગ્યા હતાં. હાઈ-વે પર સર્જાયેલા આ અકસ્માતમાં એક ઓટો રીક્ષા જે ટ્રક પાછળ જતી હતી. આગળ જતાં ટ્રકે રોડ ક્રોસ કરતી બસને ઠોકર મારતાં બસ ચાલક બાજુમાં આવતી ઈકો સાથે અથડાયો અને ઈકો હાઈવે પર ત્રણ પલટી મારી ગઈ હતી. ત્યારબાદ આ ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષાને હડફેટે લેતાં આ ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરનું મોત થયુ હતું.

Advertisement

રાજકોટથી જેતપુર સિક્સ લેન રોડ બની રહ્યો છે ત્યારે, હાઇવે ઓથોરિટી દ્વારા અનેક જગ્યાઓ પર ડીવાઈડરો તોડી નાખીને રસ્તો કરી નાખવામાં આવ્યો છે. જેથી કરીને રોજિંદા અનેક નાના મોટા અકસ્માત થાય છે. ત્યારે આજે ભુણાવા નજીક ખાનગી કંપનીની બસ નં.જીજે.3.ડીવી.4837 રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા તોડેલા ડિવાઈડર નજીકથી વળાંક લેવા માટે ઉભી હતી. તે સમયે રાજકોટથી ગોંડલ તરફ જતા ટ્રક નં.જીજે.3 એઝેડ.6177ના ચાલકે બસને પાછળથી ઠોકર મારતાં બસ ગોંડલથી રાજકોટ જતી ઇક્કો કાર નં. જીજે.3 એચઆર.4883 સાથે અથડાઈ હતી. ત્યાર બાદ ટ્રકચાલકે બસને ઠોકર માર્યા બાદ ડાબી સાઈડ ટ્રકને લેતાં પેસેન્જર રીક્ષા નં.જીજે.3 બીએકસ.7727 ને અડફેટે લીધી હતી. આ રીતે 4 વાહનોનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને લઈને થોડીવાર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ભુણાવા પાસે થયેલ 4 વાહનોના થયેલ અકસ્માતમાં રીક્ષાચાલક રવિ દાનવ રાઠોડ (ઉ.વ.27)ને ઇજા થઇ હતી. ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રીક્ષામાં સવાર વિનોદ કુમાર નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને અકસ્માત સ્થળેથી પી.એમ અર્થે તાલુકા પોલીસના જીતુભાવાળાએ ઇક્કો કારમાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક વિનોદ ઓરસોન નામની કંપનીમાં કામ કરતો હતો અને ભરૂૂડી ગામમાં રહેતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement