રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાખર પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ચાલક ગંભીર

12:25 PM Sep 16, 2024 IST | admin
Advertisement

ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવારમાં ખસેડાયો

Advertisement

ખંભાળિયા ધોરી માર્ગ પર ઝાખર ગામના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર લાલપુર નજીક જાખર ગામના પાટીયા પાસે જી.જે.-10 ડી.સી. 0733 નંબરના બાઈક અને જી.જે.- 10 એ.પી. 5201 નંબરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માત બાઈક નો ચાલક ફૂટબોલની જેમ ઉછળ્યો હતો, અને ગંભીર સ્વરૂૂપે ઇજાગ્રસ્ત બન્યો હતો. જેને સ્થાનિકોએ નજીકમાં જ આવેલી એક હાઇવે હોટલમાં રાખવામાં આવેલા ખાટલા પર સુવડાવીને ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ અકસ્માતના બનાવવાની જાણ થવાથી મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentgujaratgujarat newsKhambhaliyakhambhaliyanews
Advertisement
Next Article
Advertisement