For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતલસર ઓવરબ્રીઝ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 13ને ઈજા

01:15 PM Dec 13, 2025 IST | Bhumika
જેતલસર ઓવરબ્રીઝ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત  13ને ઈજા

જેતપુરના જેતલસર ઓવર બ્રીઝ પર જૂનાગઢ થી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં બેઠેલા આશરે 13 જેટલાં મુસાફરો ગંભીર ઈજાઓ પહોંચી હતી, તમામ ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સીવીલ હોસ્પિટલ બાદ ગંભીર રીતે ઘવાયેલા તમામ ઇજા ગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતલસર ઓવર બ્રીઝ પર ગઈ કાલે રાત્રે આશરે 9 વાગ્યે GJ 11 TT 5562 નંબરની માતૃકૃપા ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો,ડ્રાઈવરે ઓવર ટેક કરતી વખતે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સમયે બસમાં સવાર આશરે 13 જેટલાં પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી,ઘટના બનતાની સાથેજ જેતપુર તાલુકા પોલીસ મથકના પી. આઈ. હેરમાં સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને ટ્રાફિક ક્લિયર કરાવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં અંદાજે 5 જેટલાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર જેતપુર સીવીલ બાદ વધુ સારવાર માટે જૂનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બસમાં નયનભાઈ ચાવડા, સંદીપ વાઘેલા, આરતીબેન, જીજ્ઞેશ કનૈયા, ઇશિકા, બીબીબેન, અહલાદ નોઇડા,મોઇન આસિફ ભાઈ,અલી ઇસ્માઇલભાઈ, તસ્લીમ બેન, સોફિયા બેન,માધવી બેન અને ફિરદોષ નામના લોકો સવાર હતા જેતપુર તાલુકા પોલીસના પી. આઈ હેરમાં સહિતે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનુ સચોટ કારણ જાણવા અને ભાગેડુ ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement