ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોત

12:08 PM Aug 30, 2025 IST | Bhumika
Advertisement

વિરમગામ નજીક પાટડી પાસે સવારે 6:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરવા જતી સુપર કેરી CNG ગાડી (GJ13 AX 3655) અને મહિન્દ્રા બોલેરો (GJ01 LT 3181) વચ્ચે સામસામે અથડામણ થઈ હતી.

Advertisement

સુપર કેરીના ડ્રાઈવર મુકેશભાઈ વાઘેલા (41) માંડલથી તેમના વેવાઈ રામજીભાઈ કુંવરિયાને લઈને વિરમગામ જઈ રહ્યા હતા. માંડલથી લગભગ 5 કિલોમીટર દૂર, સામેથી આવતી બોલેરો ગાડી પૂરઝડપે અને અનિયંત્રિત રીતે આવી હતી. મુકેશભાઈએ ગાડી ધીમી કરીને સાઈડમાં લીધી હતી, પરંતુ બોલેરોએ તેમની ગાડીને ડ્રાઈવર સાઈડે ટક્કર મારી હતી.

અકસ્માતમાં બંને વાહનો માંડલ તરફ ફંગોળાઈ ગયા હતા. મુકેશભાઈને છાતીના ભાગે ઈજા થઈ હતી, જ્યારે રામજીભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. રામજીભાઈને વિરમગામની ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મુકેશભાઈને વિરમગામની શિવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને પાંસળીમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતકના ભાઈ અશોકભાઈને સોંપ્યો હતો.

Tags :
accidentdeathgujaratgujarat newsPatdi
Advertisement
Next Article
Advertisement