જસદણના વીંછિયા રોડ પર છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત
જસદણ શહેરમાં વીંછિયા રોડ પર ચામુંડા માતાજીના મઢ પાસેથી પસાર થતા બાઈક ચાલક કોઈ કારણોસર સામેથી આવતા છોટાહાથી સાથે ટકરાઈ પડ્યા હતા અને આ ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને વાહનોને બ્રેક લાગે તે પહેલાં બાઈક ચાલક નીચે પટકાયા હતા અને તેમને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને તાબડતોબ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
જો કે આ કિસ્સામાં વાહનચાલકોના વાંક કરતાં લોક મુખે એવી પણ ચર્ચા અને માગણી છે કે ડિવાઇડરમાં વૃક્ષોને બચાવવા માટે જે કપડા બાંધવામાં આવ્યા છે તે હટાવી લેવા જોઈએ, કેમકે આ કપડાના લીધે સામેથી આવતા વાહનો દેખાતા નથી અને બ્રેક લાગે તે પહેલાં તો વાહનો અથડાઈ પડે છે.જસદણમાં વીંછિયા રોડ પર આવેલા ચામુંડ માતાજીના મઢ પાસે અનિલભાઈ મહેતા નામના બાઇક ચાલક પોતાનું બાઈક લઈને જતા હતા. ત્યારે તેમની સામેથી આવતા છોટા હાથી સાથે બાઈકનું અકસ્માત થતાં અનિલભાઈ મહેતાને ખંભાના ભાગે ફેક્ચર થયું હતું.
જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અસ્માતના બનાવમાં વીંછિયા રોડની વચ્ચે વૃક્ષ વાવવામાં આવ્યા હોવાથી . તેમજ તેની માવજત માટે તેની પર કાપડ ઢાંકવામાં આવ્યું હોવાથી રોડની એક સાઈડથી બીજી સાઈડ રોડ ક્રોસ કરતા બાજુના વાહન દેખાવામાં ખૂબ તકલીફ પડે છે. જેના લીધે અકસ્માત થવાની શક્યતા ખૂબ વધી જાય છે. ત્યાંના રહીશ ભરતભાઈ મહેતા સહિતનાઓ દ્વારા જસદણ નગરપાલિકાને અપીલ કરવામાં આવી હતી કે રસ્તો ક્રોસ થતો હોય તે ડિવાઈડર પાસે બન્ને બાજુથી ચાર-ચાર વૃક્ષના કાપડ હટાવી લેવામાં આવે તો સામેથી અને સાઈડમાંથી આવતા - વાહનો દેખાય અને આવી દુર્ઘટનાઓ બનતી અટકી જાય.