અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના: ભેખડ ધસી પડતાં 4 મજૂર દટાયા, એકનું મોત
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના બની છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતાં ચાર લોકો દટાયા હતા. આ ઘટનાની જન થતાં જ તાત્કાલિક ફાયરબ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ર બ્રિગેડ પહોંચે તે પહેલાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અને ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા. ચાર લોકોને એલજી હોસ્પિટલ ખાતે સારવારમાં અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત થયું છે.જ્યારે ત્રણની હાલત ગંભીર છે.
ફાયરબ્રિગેડ પાસેથી મળતી વિગતો મુજબ મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલિગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રીજી ઇન્ફ્રા દ્વારા સ્કીમનું બાંધકામ ચાલતું હતું. બપોરના સમયે મજૂરો કામ કરતા હતા આ દરમિયાન ભેખડ ધસી પડતાં ચાર લોકો દટાયા હતાં. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો જ્યારે શાંતિબેન પાયલબેન અને ચિરાગ નામના ત્રણ મજૂરોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.