ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સફાઈ કામદારોના રાજીનામા મંજૂર કરો : વાલ્મિકી સમાજ

04:37 PM Jul 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બિમારી સબબ અનેક સફાઈકામદારોએ રાજીનામા આપ્યા છે. જે આજ સુધી મંજુર ન કરાતા વાલ્મીકી સમાજના સફાઈકામદારો દ્વારા આજે કોર્પોરેશન કચેરી ખાતે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને રાજીનામા મંજુર કરવામા નહીં આવે તો આંદોલન અને આત્મવિલોપન કરવા સહિતના પગલા લેશું તેવી રજૂઆત કરી હતી.

વાલ્મીકી સમાજના સફાઈકામદારોએ રજૂઆતમાં જણાવેલ કે, અમો સૌ સ્વૈચ્છિક રાજીનામા આપનાર સફાઈ કામદારોની વિનંતીને ધ્યાનમાં રાખી ત્રણ વર્ષ પહેલા આપેલી અમારી સ્વૈચ્છિક રાજીનામાની અરજીને ધ્યાનમાં રાખી અમારા સ્વૈચ્છિક રાજીનામા કોર્પોરેશન ધ્વારા છ મહીનાની અંદર અરજીનો નિકાલ કરવામાં આવે તેની બદલે કોર્પોરેશનના અધિકારીઓ ત્રણ-ત્રણ વર્ષ સુધી અમારી અરજીનો નિકાલ કરવામાં આવતો નથી. તેમજ બે-બે વખત મેડીકલ સર્ટીફીકેટ કઢાવી પહેલી ડી.પી.સી. માં મંજુર થયેલ છે તો પણ ફરીથી નવેસરથી કોઈપણ કારણો વિના ફરીથી અમારા મેડીકલ સર્ટીફીકેટ કાઢી તેમાં યશ-નો તથા યશ-નો નું દર્શાવી સ્વૈચ્છિક રાજીનામામાં કપરી પરિસ્થિતિ ઉભી કરતા અધિકારીઓ કોઈ નિર્ણય લઈ શકે નહી તો પહેલાની અગાઉની મેડીકલ સર્ટીફીકેટને ધ્યાનમાં રાખી અમારા સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવા તેમજ ઘણા સફાઈ કામદારોને છ મહીના, ત્રણ મહીના, બે મહીના, એક મહીનો બાકી રહેલ છે.

તો તેવા સફાઈ કામદારોને ન્યાય મળે તેના માટે આપને અમારી અંગત રજુઆત છે. જો અમારા આ સ્વૈચ્છિક રાજીનામાને મંજુર કરવામાં નહી આવે તોઅમારે ગાંધી ચિંધ્યા માર્ગે જલ્દમાં જલ્દ આંદોલન કરશું અને જો અમારો આ રોટલો છીનવાશે તો અમારા માટે જીવવું બેકાર છે અને અમારા ઘરનુ ભરણપોષણ અમો નહી કરી શકીએ. તો અમારે પછી આત્મવિલોપન કરવાની જરૂૂર પડશે તેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકારની રહેશે. કોઈપણ યુનિયન ધ્વારા રજુઆત કરવામાં આવ્યે તો તે તદ્દન ખોટી છે, સફાઈ કામદારો પોતે અભણ અને અજ્ઞાન છે. અમો બાંહેધરી આપીએ છીએ તો આ પ્રશ્ન વહેલી તકે ઉકેલવા તેવી આપ સાહેબને નમ્ર વિનંતી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsValmiki Samaj
Advertisement
Advertisement