For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ-નડાબેટ માટે ટૂર પેકેઝ સાથે દોડશે એસી વોલ્વો

06:09 PM Apr 16, 2025 IST | Bhumika
સોમનાથ નડાબેટ માટે ટૂર પેકેઝ સાથે દોડશે  એસી વોલ્વો

આરામદાયક સુવિધા નાગરિકોને આપવા સરકારનો નિર્ણય, વડનગર-મોઢેરાનો પણ સામાવેશ

Advertisement

રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે સતત વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓની સુવિધાને પણ પ્રાધન્ય આપવામાં આવી રહ્યું હોય સરકાર દ્વારા સોમનાથ, નાડાબેટ, વડનગર અને મોઢેરા માટે ટૂર પેકેઝ શરૂ કરવામાં આવશે અને એસી વોલ્વો સુવિધા આપવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે.

Advertisement

તા.28મી એપ્રિલ-2024થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે 6:00 કલાકે અધ્યતન એ.સી. વોલ્વો બસ ઉપડી, બપોરે 4:00 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે. બે દિવસ/એક રાત્રિનું પેકેજ, પ્રતિ વ્યક્તિ રૂૂ. 4 હજાર (સિંગલ શેરિંગ) અને રૂૂ. 7050(ડબલ શેરિંગ હોટેલ રૂૂમ સહિતનો સમાવેશ થશે. GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ ઉપરાંત વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા કરાશે.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ (તા.26મી એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે)માં અમદાવાદથી સવારે 6:00 કલાકે ઉપડી, બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે.પ્રતિ વ્યક્તિ રૂૂ. 1800.નું ભાડુ નક્કી કરાયું છે.
વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર માટે અમદાવાદથી સવારે 9:00 કલાકે ઉપડી, 11:15 કલાકે વડનગર અને 5:30 વાગ્યે મોઢેરા પહોંચશે. પ્રતિ વ્યક્તિ રૂૂ. 1100 ભાડું જેમા નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા ઉપરાંત તમામ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લેવા જણાવ્યું છે. રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement