સાબરમતીના તટે રાહુલ-સોનિયા સહિતના 3000 નેતાઓ માટે AC ડોમ
આગામી 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. જેમાં 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક યોજાશે. જ્યારે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા કોંગ્રેસના AICC અધિવેશનને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
8 એપ્રિલે 11 વાગ્યે શાહીબાગના સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના CWCના સભ્યો હાજર રહેશે. CWCની બેઠકને લઈને સરદાર પટેલ સ્મારકમાં જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. સ્મારકમાં આવેલા ગ્રાઉન્ડમાં વિશિષ્ટ પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આ ડોમમાં CWCની બેઠક મળશે.CWCની બેઠક પહેલા સભ્યો સરદાર પટેલ સ્મારક બહાર એક ગ્રુપ ફોટો પડાવશે. આ ગ્રુપ ફોટો બાદ સ્મારકમાં આવેલા હોલ સામેના ખુલ્લા ગ્રાઉન્ડમાં CWCની બેઠક યોજાશે. ત્યારબાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા પણ યોજાશે.
CWCની બેઠક માટે સરદાર પટેલ સ્મારકમાં આવેલા હોલ સામે એક વિશિષ્ટ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.150થી વધુ લોકો બેસી શકે તે પ્રકારનો એસી ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 6 એપ્રિલ સુધીમાં ડોમ તૈયાર થશે.આ ડોમમાં બેઠક વ્યવસ્થા ઈ શેપમાં રાખવામાં આવી છે.
રિવરફ્રન્ટ પર કોંગ્રેસના ફ્લેગ સાથે ટઈંઙડોમ, બ્લોકવાઇઝ કઊઉની પણ વ્યવસ્થા 9 એપ્રિલે સાબરમતીના તટે યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો સામેલ થવાના છે. ત્યારે દરેકની બેઠક વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીના સભ્યોથી લઇ અને ઉચ્ચ નેતાઓ માટે સૌથી આગળ બેઠક કરવામાં આવી છે. નેશનલ યુથ કોંગ્રેસ, સેવા દળ, મહિલા કોંગ્રેસ, ગજઞઈં અને દરેક પ્રદેશના પ્રમુખો બેસે તેના માટે અલગથી બ્લોક ઊભા કરવામાં આવનાર છે. દરેક અલગ અલગ બ્લોકમાં એલઇડીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કોંગ્રેસના દરેક રાજ્યના સંસદ સભ્યો અને ધારાસભ્યોની અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ જર્મન ડોમની પાછળ અલગથી ટઈંઙ ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં કોંગ્રેસનો ફ્લેગ પણ લગાવ્યો છે. આ ડોમમાં વીઆઈપીના બેસવા અને જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.
રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે 300 AC સાથે ડોમ તૈયાર
44 ડિગ્રી ગરમીથી બચવા 300થી વધુ પોર્ટેબલ અઈ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા અધિવેશનમાં અંદાજે 3,000 જેટલા લોકો ભાગ લેવાના છે, ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સિવાયના હોદ્દેદારો અને અલગ મોરચાના હોદ્દેદારો માટે પણ જમણવાર માટે અલગથી ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે. 9 એપ્રિલે અમદાવાદમાં અંદાજે 44 ડિગ્રીની આસપાસ ગરમી રહે તેવી શક્યતા છે ત્યારે રિવરફ્રન્ટ પર બનાવાયેલો વિશાળ ડોમ આખો બંધ હશે. જેમાં અંદાજે 300થી વધારે પોર્ટેબલ એસી લગાવવામાં આવી રહ્યાં છે.