For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાળાઓમાં ફાયર NOC માટે 50 બાળકોની મર્યાદાનો નિયમ રદ

03:41 PM Jul 29, 2024 IST | Bhumika
શાળાઓમાં ફાયર noc માટે 50 બાળકોની મર્યાદાનો નિયમ રદ
Advertisement

500 ચો.મી.થી ઓછું અને 9 મીટરથી ઓછી ઊંચાઈની શાળામાં 50થી વધુ વિદ્યાર્થી હોય તેને ગઘઈ ફરજિયાત હતી, તેમાં છૂટછાટ અપાઈ

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારની સૂચના અનુસાર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી મુદ્દે કડક ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હોટલ, હોસ્પિટલ, શાળા, કોલેજ, મોલ, લગ્નહોલ સહિતના એકમોને ફાયર એનઓસી ન હોવાથી સીલ માર્યા હતાં. જેમાં ખાસ કરીને શાળા અને ટયુશન ક્લાસીસના સીલીંગ મુદ્દે હોબાળો બોલી ગયેલ અને 500 ચો.મી. તેમજ 9 મીટરના નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ ઉઠેલ જેથી સરકારે આજે પરિપત્ર કરી હવેથી 500 ચો.મી.થી ઓછુ બાંધકામ અને 9 મીટરથી ઓછી ઉંચાઈ વાળી તમામ શાળાઓમાં 50 વિદ્યાર્થીઓનો નિયમ હતો તે રદ કરી નિયમ મુજબ વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે તેમ જણાવ્યું છે.

Advertisement

ફાયર સેફ્ટીના નિયમોમાં અવાર નવાર સરકાર દ્વારા ફેરફારો કરવામાં આવતા હોય છે. જેમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા હતાં. શાળા, કોલેજ અને ટ્યુશન ક્લાસીસોને નવા નિયમ હેઠળ ફાયર એનઓસી લેવાની સુચના આપવામાં આવેલ અને ઝુંબેશ દરમિયાન અનેક શાળા કોલેજો એન ટયુશન ક્લાસીસોને સીલ કરાવમાં આવ્યા હતા. જે શરતોને આધિન ખોલવામાં આવ્યા છે. પરંતુ ફાયર સેફ્ટીના નિયમ મુજબ 500 ચો.મી.થી ઓછુ બાંધકામ હોય અને 9 મીટરથી ઓછી ઉંચાઈનું બિલ્ડીંગ હોય તેઓને ફાયર એનઓસી લેવાની જરૂર નથી. તેમ જણાવવામાં આવેલ પરંતુ આ બન્ને નિયમો લાગુ પડતા હોય છતાં 50થી વધુ વિદ્યાર્થીઓ આ એકમમાં અભ્યાસ કરતા હોય તો ફાયર એનઓસી લેવું ફરજિયાત છે.

તેમ જણાવવામાં આવેલ આથી અનેક ટ્યુશન ક્લાસીસો અને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ જેના પગલે આજે સરકારે નવો પરિપત્ર જાહેર કરી 50 બાળકોની મર્યાદાના નિયમો રદ કર્યા છે.

મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓનો સમયસર બચાવ થઈ શખે અને રાહત બચાવની કામગીરી ફાયર વિભાગની હાજરી વગર ઈમરજન્સીમાં થાય તે માટે સરકારે 500 ચો.મી.થી ઓછુ બાંધકામ હોય તેવી શાળાઓએ ફાયર એનઓસી લેવી ફરજિયાત નથી. તેમ જણાવેલ તેમજ ત્રણ માળ એટલે કે, 9 મીટરથી ઓછી ઉંચાઈની શાળાની ઈમારત હોય તો પણ ફાયર એનઓસીના નિયમમાં આવતી નથી. તેમ જણાવ્યું હતું. પરંતુ સાથો સાથ 50થી વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકે નહીં તેવુ જણાવતા શાળા સંચાલકો મુંજાયા હતા. કારણ કે, ત્રણ મંજીલી ઈમારત અથવા 500 ચો.ફૂટ બાંધકામમાં 100થી વધુ બાળકો અભ્યાસ કરતા હોય તે સ્વભાવીક છે. આથી આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ જેના લીધે 500 ચો.મી. અને 9 મીટરનો નિયમ યથાવત રાખી સરકારે 50થી વધુ વિદ્યાર્થી શિક્ષણ વિભાગના નિયમ મુજબ શાળા બેસાડી શકશે તેમ જણાવ્યું છે.

બિલ્ટઅપ એરિયા 500 ચો.મીથી ઓછા હોવા જરૂરી
મ્યુનિ. કમિશનરે આજે જણાવેલ કે, 500 ચો.મી.નું બાંધકામ તેમજ 9 મીટરથી ઓછી ઉંચાઈ વાળા શાળાના બિલ્ડીંગોને હવે ફાયર એનઓસી લેવાની જરૂર નથી અને સાથો સાથ વિદ્યાર્થીની મર્યાદામાં પણ છુટછાટ આપવામાં આવી છે. પરંતુ કોઈ પણ શાળાનું પ્રથમ જી-પ્લસનું બાંધકામ 500 ફૂટથી ઓછુ હોય અને બીજા માળનું બાંધકામ 500 ફૂટથી વધુ હશે તો આ શાળાએ ફાયર એનઓસી ફરજિયાત લેવાની રહેશે. આથી બિલ્ટપ એરિયા 500 ચો.મી.થી ઓછો જ હોવો જોઈએ અને આ મુજબના બાંધકામ ધરાવતી શાળાઓને જ ફાયર એનઓસી માથી મુક્તિ મળશે તેમ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement