ઉતાવળે રચેલી FRC કમિટી રદ કરો
રાજ્ય શાળા સંચાલક મહામંડળનો મુખ્યમંત્રીને પત્ર : સમિતિનો ઉદૃેશ્ય નહીં જળવાયો હોવાની ફરિયાદ
ખાનગી શાળાઓમાં બેફામ ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે તેવી વાલીઓ દ્વારા અનેક વખત ફરિયાદ ઉડતા શિક્ષણ વિભાગ દ્વારા ફી નિધારણ કમિટીની રચના કરવામાં આવી હતી. પરંતુ આ કમિટી પણ કાગળનો વાઘ સબિત થઇ હોય તેવું ચિત્ર ઉપશી આવ્યું છે. ફી નિધારણ કમિટી બનાવવા છતા પણ ખાનગી શાળાઓ દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી હોવાનું રાવ ઉઠી છે. ત્યારે એફઆરસી સંપૂર્ણ પણે રદ કરવા માટે મુખ્યમંત્રીને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, એફઆરસી જે કામ માટે બનાવવામાં આવી છે અને જે સંદર્ભે નિયમો બનાવ્યા છે તેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના એક પણ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલ નથી. નવ સભ્યની સમિતિમાં ચાર મહાનગરોના શિક્ષણધિકારીઓને સમાવિયા છે. તો તેની સાથે-સાથે રાજ્યકક્ષાના વાલી મંડળના પ્રમુખને પણ સમાવવા જોઇએ. ગુજરાતમાં સ્વનિર્ભર શાળાઓ માટે લાવવામાં આવેલા શિક્ષણ વિભાગની સમિતિ દ્વારા શાળાઓમાં ફીનું માળખું નિર્ધરિત કરવામાં આવેલ છે. એફઆરસીની રચના જે ઉદ્દશ્ય માટે કરવામાં આવી હતી તે ઉદ્દેશ્ય પરિપૂર્ણ થયો નથી. શિક્ષણ વિભાગે એફઆરસીની રચના કરવામાં ઉતાવળ કરી છે.
વર્ષ 2024માં દરેક ઝોનમાં નવી એફઆરસી કમિટી નિયુક્ત કરવામાં આવી છે. ત્યારે નવી કમિટીએ અગાઉની સમિતિઓ દ્વારા ચેક કરેલા જ તમામ ડોક્યુમેન્ટ ફરી ફરીને સમીટ કરવાનો આગ્ર રાખે છે. જે દરેક સંચાલકો માટે પરેશાનીરૂપ છે. ત્યારે એફઆરસીની નવી કમિટીને આ બાબતે યોગ્ય સુચના આપવામાં આવે.
વધુમાં મહામંડળે જણાવ્યું હતુ કે, આ કાયદા અંગે પૂન: વિચારણ થવી જોઇએ મફત અને ફરજીયાત શિક્ષણ ધારો 2010 જ્યારે ગુજરાતમાં અમલમાં છે ત્યારે તેનો વ્યાપ વધારીને ગુજરાતના આર્થિક રીતે પછાત અને મર્યાદિત આવક ધરાવતા કુંટુંબોના બાળકોને સારી શાળામાં અભ્યાસ કરવા માટેની યોજનાને વધુ વિસ્તૃત બનાવવી જોઇએ અને ફી નિયમનના કાયદાને આધકચરો હોવાથી રદ કરવો જોઇએ.