For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાસગરબામાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપતી ‘અભયમ’

04:29 PM Oct 03, 2024 IST | Bhumika
રાસગરબામાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપતી ‘અભયમ’
Advertisement

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં મહિલાની 181 અભયમ ટીમ કાર્યરત છે.

આ ટીમ દ્વારા રાજકોટ શહેરની મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.
મહિલા-બાળ વિકાસ તેમજ ગૃહમંત્રાલય દ્વારા સંચાલિત બી ડિવિઝનની 181ની અભયમ ટીમના કોન્સ્ટેબલ અનિતાબેન ઝાલા અને કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી દ્વારા ગઈકાલે 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે વિશ્વમભરી નવરાત્રી ગ્રાઉન્ડમાં યોજાયેલ શાળાના વિધાર્થીઓના રાસગરબામાં પહોંચી અને તેઓને સાયબર ક્રાઈમ,ગુડ ટચ બેડ ટચ અને 181 અભયમ વિશે જાણકારી આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement