રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘આપ’નો હથોડો: ભરૂચ બેઠક ઉપરથી લોકસભા લડશે ચૈતર

04:52 PM Dec 12, 2023 IST | Bhumika
Advertisement

એકતરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષો ઇન્ડિયા નામનું ગઠબંધન રચીને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડવાની જાહેરાત દિલ્હીથી કરે છે ત્યારે બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીએ ભરૂૂચ લોકસભાની ચૂંટણી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત કરી દીધી છે. હાલ વસાવા આદિવાસીઓની જમીનમાં સમાધાન મુદ્દે વિવાદમાં ફસાયેલા છે અને ભાગેડુ છે.

Advertisement

ભરૂૂચ લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે તે સંજોગોમાં આ જાહેરાત કરતા દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વિધાનસભા ચૂંટણીમાં માંડ પાંચ બેઠક મેળવનારી આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જોડે બેઠક વહેંચણીની ફોર્મ્યુલા ઘડાય તે પહેલા જ એકતરફી જાહેરાત કરી દીધી છે. આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ એવી જાહેરાત કરી છે કે ચૈતર વસાવા ભરૂૂચ લોકસભાથી ચૂંટણી લડશે. ચૈતરભાઇ ઉપર અત્યાચાર થતો હોવાનો દાવો કરી તેમણે કહ્યું છે કે તેનો જવાબ આપવા તેમને સાંસદ બનાવીને ન્યાય મેળવવામાં આવશે તેવો નિર્ણય પાર્ટીએ લીધો છે. પોલીસ કે અન્ય કચેરી દ્વારા વસાવાને ન્યાય નહીં મળે તેવી આશંકા સાથે આપના કાર્યકરોની ડેડીયાપાડાના સરકિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઇ હતી તેમાં આ મુદ્દે ચર્ચા બાદ ચૈતર વસાવાને ભરૂૂચ લોકસભાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારથી જ પ્રચાર શરૂૂ કરી દેવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.આપની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા કેવા પ્રત્યાઘાત મળે છે તેની ઉપર રાજકીય વર્તુળોની હવે નજર છે.

Tags :
bharuchChaitar Vasavagujaratgujarat news
Advertisement
Next Article
Advertisement