રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં લોકસભાની 8 બેઠક માગતું આપ, ભાવનગરમાં ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણા

05:50 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

આગામી લોકસભાની ચુંટણી પૂર્વે ઈન્ડિયા ગઠબંધન છોડી એક પછી એક પાર્ટીઓ ભાગી રહી છે. જ્યારે અમુક પાર્ટીઓ કોંગ્રેસ પાસે ગેરવ્યાજબી માગણીઓ કરી ગઠબંધન ઉપર પાણીઢોર કરી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કિસ્સામાં પણ આવુજ બન્યું છે. અને ગુજરાતમાં આમઆદમી પાર્ટીએ ધારાસભાના વોટિંગ શેર પ્રમાણે લોકસભાની 8 બેઠકોની માગણી કરતા ગુજરાતમાં પણ હવે કોંગ્રેસ અને આપનું ગઠબંધન પડીભાંગે તેવા સંજોગો સર્જાયા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની 26માંથી 8 બેઠક માગવા સાથે અગાઉ ભરૂચ બેઠક ઉપર ચૈતર વૈસાવાનું નામ જાહેર કરી દીધા બાદ આજે ભાવનગરની બેઠક ઉપર ઉમેશ મકવાણાનું નામ જાહેર કરી દઈ કોંગ્રેસના નેતાઓને 220 વોલ્ટનો કરન્ટ આપ્યો છે.

Advertisement

આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક બાદ આપ નેતા સંદીપ પાઠકે કહ્યું કે દિલ્હીમાં અમારી સરકાર છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમારી સરકાર છે. હવે તે પ્રમાણે જોઈએ તો દિલ્હીમાં અમારી પાસે 6 બેઠકો છે. તેથી અમે 6 બેઠકો પર ચૂંટણી લડવા માંગીએ છીએ અને કોંગ્રેસને 1 બેઠક આપવા તૈયાર છીએ.

આ સાથે આપએ ગોવા અને ગુજરાત માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. સંદીપ પાઠકે કહ્યું કે સમય વિલંબને જોતા આજે વનજી કે જેઓ દક્ષિણ ગોવાના અમારા ધારાસભ્ય પણ છે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનને ધ્યાનમાં રાખીને અમને 1 સીટ મળે છે. એટલા માટે અમે અમારા ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.

સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતના ભરૂૂચમાંથી ચૈતર બસવા અને ભાવનગરમાંથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મહાગઠબંધનમાં અમારી 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમારું સમર્થન કરશે. તેમણે કહ્યું કે અમે ગઠબંધન ધર્મનું પાલન કરવા માંગીએ છીએ પરંતુ જે વિલંબ થઈ રહ્યો છે તે યોગ્ય નથી.

આમ આદમી પાર્ટી (અઅઙ)ના આ પગલાને ભારત ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા મમતા બેનર્જીએ પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઈન્ડિયા એલાયન્સની રચના બાદ નીતિશ કુમાર અને જયંત ચૌધરીએ પોતાને કેમ્પથી અલગ કરી લીધા છે અને એનડીએ સાથે હાથ મિલાવ્યા છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsLok Sabha electionpolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement