For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભા બેઠકના ગુજરાતના ઉમેદવારો નક્કી કરવા મંગળવારે ‘આપ’ની બેઠક

05:48 PM Feb 09, 2024 IST | Bhumika
લોકસભા બેઠકના ગુજરાતના ઉમેદવારો નક્કી કરવા મંગળવારે ‘આપ’ની બેઠક

ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી (અઅઙ)એ પણ આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની તૈયારી શરૂૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (ઙઅઈ)ની 13 ફેબ્રુઆરીએ બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાત, હરિયાણા અને ગોવાની લોકસભાની બેઠકો માટેના ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે.

Advertisement

અરવિંદ કેજરીવાલે પહેલા જ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી ચુક્યા છે. ચૈતર વસાવાને ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી ભરૂચ બેઠક પરથી ઉતારી શકે છે. બીજી તરફ ગુજરાતના અઅઙના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને પણ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં લડી શકે છે. અઅઙના ગુજરાતના પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે, કોંગ્રેસ તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નહતો અને કહેવામાં આવ્યું કે યોગ્ય નિર્ણય પાર્ટી હાઇકમાન લેશે.

મહત્ત્વપૂર્ણ છે કે 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠક જીતી હતી. એવામાં લોકસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી 4 બેઠક પર લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement