For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદારામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ VIDEO

01:51 PM Oct 08, 2024 IST | Bhumika
વડોદારામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી  આયોજકોએ મામલો થાળે પાડ્યો  જુઓ video
Advertisement

હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન વડોદરામાં પણ નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે શહેરમાં એક ગરબા કાર્યક્રમમાં યુવાનો મારામારી કરી રહ્યા હોઈ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસનું ગરબા આયોજન ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. આ ગરબા આયોજનમાં ખેલૈયાઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ખેલીયાનોના ૨ ગ્રુપ વચ્ચે ચાલુ ગરબામાં કોઈ કારણોસર મારામારી થઇ હતી. ઘટનાની જાણ થતાં જ આયોજકોએ બન્ને ગ્રુપના ખેલૈયાઓને છોડાવ્યામાં આવ્યા હતા,. જોકે આ ઘટનામાં કોઈને ઈજા પહોચી ન હતી.

Advertisement

ગત રાત્રીના બે ગ્રુપના ખેલૈયાઓ વચ્ચે કોઈ કારણને લઈને બબાલ થઇ હતી ત્યાર બાદ આ બબાલે મારામારીનું રૂપ ધારણ કર્યું હતું.વડોદરના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના હેરીટેજ ગરબામાં આ ઘટના સર્જાતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જોવા મળી હતી. હાલ આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement