For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામોદમાં ‘આપ’ની જોરદાર સભા, 250થી વધુ કાર્યકર્તાઓએ ‘સાવરણો’ પકડ્યો

11:50 AM Sep 15, 2025 IST | Bhumika
રામોદમાં ‘આપ’ની જોરદાર સભા  250થી વધુ કાર્યકર્તાઓએ ‘સાવરણો’ પકડ્યો

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અર્જુન ખાટરીયાના રામોદ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા ભવ્યતા સાથે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગામડાંના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જનસભાની વચ્ચે રાજપીપળા ગામના આગેવાન ભરતભાઈ જીવાભાઈ સાકરીયા 250થી વધુ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા સંગઠનને નવી ઉર્જા અને મજબૂતી મળી છે.

Advertisement

આ કાર્યક્રમમાં પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા, બ્રિજરાજભાઈ સોલંકી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરા, જિલ્લા કિસાન વિંગ પ્રમુખ મનોજભાઈ કનેરિયા, જિલ્લા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ અને યોગેશભાઈ વસોયા લોકસભા સહ ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા 71 વિધાનસભાના ઇન્ચાર્જ કૌશિકભાઇ મકવાણા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કોટડા તાલુકા પ્રમુખ રાજનભાઈ સોજીત્રા અને હકૂભા સરવૈયાએ કાર્યકર્તાઓ સાથે મળીને કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. રામોદ ગામની આ ઐતિહાસિક જનસભા બાદ હવે સમગ્ર તાલુકા સહિત રામોદ ની શેરીઓ અને ગલીઓમાં પણ આ જનસમર્થનની ચર્ચા ગુંજાઈ રહી છે. ‘આપ’ના આ પગપેસારાથી કોંગ્રેસ છોડી ભાજપનો પાલવ પકડનાર અર્જુન ખાટરીયા માટે માઠા સંકેતો જોવા મળી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement