ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુદ્ધના સંકટ સમયે સેવા માટે આમ આદમી પાર્ટી 24 કલાક તૈયાર

04:00 PM May 10, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ કોઈ પણ પ્રકારના રાષ્ટ્રીય સંકટ સમયે સદાય પોતાનું રાષ્ટ્રીય કર્તવ્ય નીભાવીને પોતાની સેવાઓ આપેલ છે.

હાલની પરિસ્થિતિમાં પણ, એક જવાબદાર નાગરિક તરીકે તથા એક જવાબદાર રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે અમારી નૈતિક ફરજ બની જાય છે કે આપણે આ સંકટ સમયે લોકોની સેવા માટે આગળ આવીએ.
આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો દરેક પ્રકારના સેવા-કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે સંપૂર્ણ રીતે 24 કલાક તૈયાર છે. કોઈ પણ પ્રકારનું રાહત કાર્ય હોય, આરોગ્ય વિભાગમાં સેવા આપવાની હોય, રક્તદાન કેમ્પ યોજવાના હોય, રાહત સામગ્રીના પરિવહન/વિતરણમાં સેવા આપવાની હોય કે આ સિવાયનું પણ કોઈ પણ સેવા-કાર્ય કરવાનું હોય, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ કાર્ય માટે 24 કલાક ખડેપગે તૈયાર રહેશે, એની હું આપને આશ્વાસન અને બાંહેધરી આપું છું. મારી વિનંતી છે કે, ઉપરોક્ત કોઈ પણ પ્રકારની સેવા માટે અમારો સંપર્ક કરશો, અમે તૈયાર છીએ.

Tags :
aapDrone attackgujaratgujarat newsindiaindia attackindia newsindia paksitanindia paksitan newsindia paksitan warindian armypaksitan
Advertisement
Next Article
Advertisement