વોર્ડ ઓફિસો પર તા.1થી આધારકાર્ડની કામગીરી થશે શરૂ
મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે લોકોની સમસ્યાનો હલ કાઢી બજેટમાં જોગવાઈ કરી
રાજકોટ શહેરમાં વસ્તીના પ્રમાણમાં આધારકાર્ડ કેન્દ્ર ઓછા હોવાથી મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલકચેરી ખાતે અરજદારોની લાંબી લાઈનોલાગી રહી છે અને વધુ આધારકાર્ડ કેન્દ્રો શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે. જે અનુસંધાને મનપાના નવા બજેટમાં આ મુદ્દાને ખાસ ધ્યાનમાં લઈ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા તમામ વોર્ડ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરી શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. અને હવે તા. 1 એપ્રિલથી 21 વોર્ડ ઓફિસ ખાતે આધારકાર્ડની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આધારકેન્દ્રનું સ્થળ
કશિયર વાળો રૂૂમ,વોર્ડ નં -1ની વોર્ડ ઓફીસ, રામાપીર ચોકડી, રાજકોટ, વોર્ડ નંબર -2ની વોર્ડ ઓફીસ, ભોય તળિયે,ટેક્સ ઇન્સ્પેકટરની સામેનો રૂૂમ,ગીત ગુર્જરી સોસાયટી, રાજકોટ, વોર્ડ નંબર-3 (ક)ની વોર્ડ ઓફીસ.સેનેટરી સબ ઇન્સ્પેકટરની બાજુનો રૂૂમ, ભોય તળિયે, આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ, પાસે રાજકોટ, વોર્ડ નંબર-4ની વોર્ડ ઓફીસ, સેનેટરી સબ ઇન્સ્પેકટરની બાજુનો રૂૂમ, ભોયતળિયે, રાજેશ ઓઈલ મિલની સામેની શેરી, રાજકોટ, વોર્ડ નંબર-5ની વોર્ડ ઓફીસ, અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ પાસેની શેરીમાં, પેડક રોડ, રાજકોટ, વોર્ડ નંબર-6ની વોર્ડ ઓફીસ, મયુરનગર શેરી નં.3, રાજમોતી ઓઈલ મિલની પાછળના ભાગે, રાજકોટ, વોર્ડ નંબર-7ની વોર્ડ ઓફીસ, સેનેટરી ઇન્સ્પેકટર વાળો રૂૂમ. ભોય તળિયે એસ્ટ્રોન સિનેમા પાસે, રાજકોટ, વોર્ડ નંબર -8ની વોર્ડ ઓફીસ,ગ્રાઉન્ડ ફ્લોર, સોજીત્રાનગર, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે,રાજકોટ, વોર્ડ નંબર-9ની વોર્ડ ઓફીસ,કેશિયર વાળો રૂૂમ, અભયભાઈ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ સામે, સાધુ વાસવાણી રોડ,રાજકોટ, વોર્ડ નંબર-10ની વોર્ડ ઓફીસ, ભોય તળીયે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પાસેનો હયાત રૂૂમ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ, વોર્ડ નંબર -11ની વોર્ડ ઓફીસ, મલ્ટી એક્ટિવિટી સેન્ટરની બાજુમાં, આન હોન્ડા શોરૂૂમની પાસે, નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ,રાજકોટ, વોર્ડ નંબર -12ની વોર્ડ ઓફીસ, ભોય તળીયે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકનો રૂૂમ,મવડી ચોકડી 150 ફૂટ રીંગ રોડ,રાજકોટ, કૃષ્ણનગર સિટી સિવિક સેન્ટર, સ્વામિનારાયણ ચોક પાસે, રાજકોટ, વોર્ડ નંબર-14ની વોર્ડ ઓફીસ, ભોય તળિયે, સિંદુરીયા ખાણ પાસે, કોઠારિયા રોડ, રાજકોટ., વોર્ડ નંબર-15ની વોર્ડ ઓફીસ, અમુલ સર્કલ પાસે, 80 ફૂટનો રોડ, રાજકોટ, વોર્ડ નંબર -16ની વોર્ડ ઓફિસ, મેહુલ નગર શેરી નંબર-6, કોઠારિયા રોડ,રાજકોટ, વોર્ડ નં. 17ની ઓફિસ ઈન્સ્પેક્ટર વાળો રૂમ રાજકોટ, વોર્ડ નંબર 18ની વોર્ડ ઓફિસ, ટેક્સ ઈન્સ્પેક્ટર વાળો રૂમ રાજકોટ, પૂર્વ ઝોન ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, રાજમોતી ઓઈલ મીલની સામે ભાવનગર રોડ રાજકોટ, મધ્યસ્થ ઝોન ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ બસ પોર્ટની બાજુમાં રાજકોટ, પશ્ર્ચિમ ઝોન-હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, બીગ બઝાર પાછળ, 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતેથી આધારકાર્ડની તમામ કામગીરી થશે.
પાંચ વિભાગને અલગ અલગ જવાબદારી સોંપાઈ
મહાનગરપાલિકા દ્વારા 1 એપ્રિલથી તમામ વોર્ડ ઓફિસ ખાતે આધારકાર્ડની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આધારકાર્ડ કેન્દ્રમાં થતી અલગ અલગ કામગીરીની જવાબદારી મનપાના પાંચ વિભાગને સોંપવામાં આવી છે. જેમાં કોમ્પ્યુટર-આઈટી શાખા, સેન્ટ્રલ સ્ટોર (સ્ટેશનરી), ચૂંટણી શાખા, રોશની શાખા, બાંધકામ શાખાને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.