રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉનાના દેલવાડા પાસે બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યો

12:03 PM Aug 05, 2024 IST | admin
Advertisement

15 દિવસ પૂર્વે મિત્ર સાથે દીવ ફરીને પરત આવતી વખતે બે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો’તો

Advertisement

ઉના તાલુકાના દેલવાડા ગામે રહેતો યુવાન 15 દિવસ પૂર્વે મિત્ર સાથે દીવ ફરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાના દેલવાડા ગામે રહેતા કરશનભાઈ બાબુભાઈ બાંભણિયા નામનો 34 વર્ષનો યુવાન ગત તા.20 ના રોજ રાત્રે આઠેક વાગ્યાના અરસામાં દીવ રોડ ઉપર નલિયા માંડવી ઢોરે મિત્રના બાઈક પાછળ બેસીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કરસન બાંભણિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં કરસન બાભણીયાત્રણ ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતો. અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. કરશનભાઈ બાંભણિયા અને તેનો મિત્ર મુકેશ બાંભણિયા બંને દિવ ફરવા ગયા હતા અને પરત આવતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsunanews
Advertisement
Next Article
Advertisement