વિશ્ર્વકર્મા સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા સરવાજીત ભગત રામ ઉ.39 નામના યુવાને સાંજે છ વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.આ મામલે તાલુકા પોલીસ કારણ જાણવા તપાસ કરી રહી છે.
પુત્ર સ્કૂલથી આવી દરવાજો ખખડાવતા પિતા દરવાજો ખોલતા ન હોય જેથી ઉપરના માળે કામ કરતી માતાને વાત કરતા બન્ને નીચે આવી ફરિ દરવાજો ખખડાવતા પતિએ ખોલ્યો ન હોય જેથી આસપાસના લોકોને બોલાવી દરવાજો તોડી અંદર તપાસ કરતા પતિ લટકતો જોવા મળ્યો હતો.જેથી બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિ. માં ખસેડતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ મામલે હોસ્પિ.ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા હેડ કોન્સટેબલ ભોજભાઈ સહિતનો સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરતા મૃતક મૂળ બિહારનો વતની હતો.હાલ 16 વર્ષથી રાજકોટમાં જ રહી ભઠ્ઠીમાં મંજુરી કામ કરતો ચાર ભાઈ-ચાર બહેનમાં બીજા નંબરનો હતો.સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. કયાં કારણોસર પગલું ભર્યું તે જાણવા તપાસ યથાવત રાખી હતી.