રાજકોટના યુવકનું જેતપુર પાસે અકસ્માતમાં મોત, મહિલા-પુત્ર સહિત ત્રણ ઘાયલ
ધોરાજી દરગાહે દર્શન કરી પરત આવતા હતા ત્યારે બનેલો બનાવ, ઈકો ચાલકે બાઈકને ઠોકરે ચડાવ્યું
રાજકોટના રૂૂખડીયા કોલોનીમાં રહેતી મહિલા પડોશમાં રહેતા યુવક સાથે ફરવા ગયા બાદ જેતપુર પાસે અક્સમાત નડ્યો હતો જેમાં યુવકનું મોત થયું જયારે મહિલા અને તેના પુત્ર સહિતને ઈજા થઇ હતી. ઇકો કારનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.
રાજકોટના રૂૂખડીયા કોલોનીમાં રહેતા રેહાનાબેન અમીતભાઈ બેલીમ પરીચીત નવાબ મેહબુબભાઈ બુખારી સાથે જીજે03-એન.એલ 6297 લઇ પુત્ર દીકરો ફેઝ (ઉ.વ.04) અને નાની બહેન રીયા (ઉ.5,12) ધોરાજી વાલશાહ બાપુની દરગાહે દર્શન કરવા માટે ગયા હતા અને પરત આવતી વખતે જેતપુર પધારો હોટેલ પાસે પહોંચતા હાઇવે પર સામેની લેન પરથી સીવર કલરની
ઈકો કારના નંબર જીજે 03 કેએચ 4298 ના ચાલકે હડફેટે લેતા ત્રણેયને ઈજા થઇ હતી ઇકો ચાલક ત્રણેયને સારવાર માટે હોસ્પીટલે લઇ ગયો હતો. બાદમાં વધુ સારવાર માટે જુનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા બાદ નવાબ મેહબુબભાઈ બુખારીનું મોત થયું હતું જયારે બહેન અને પુત્રને ગંભીર ઈજા થઇ હતી. આ બનાવ અંગે જેતપુર ઉધોગનગર પોલીસ મથકમાં ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત યુવતિએ ફરિયાદમાં જણાવ્યું કે તે રાજકોટમાં સ્પામાં ટેલીકોલર તરીકે નોકરી કરે છે. અને પરિવાર સાથે રૂખડિયા કોલોનીમાં રહેતી હોય તેના પરિચિત નવા મહેબુબ બુખારીએ તેને ધોરાજી દરગાહે દર્શન કરવા જવાની વાત કરી હતી.
આથી તે પોતાના પુત્ર અને નાની બહેન સાથે નવાબ સાથે ત્રિપલ સવારી મોટર સાયકલમાં બેસીને ધોરાજી ગઈ હતી. અને ત્યાંથી પરત આવતી વખતે આ બનાવ બન્યો હતો. આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. અકસ્માતમાં ઘવાયેલ મહિલાના પુત્ર અને નાની બહેનની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.