For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોધિકાના માખાવડ પાસે બાઈક સ્લિપ થતાં ખાંભાના યુવાનનું મોત

04:42 PM Mar 06, 2024 IST | Bhumika
લોધિકાના માખાવડ પાસે બાઈક સ્લિપ થતાં ખાંભાના યુવાનનું મોત
  • મોવૈયા પાસે કારના ચાલકે પાંચ વર્ષના બાળકની ચગદી નાખતા મોત

લોધીકાના માખાવડ ગામે બાઈક સ્લિપ થતાં યુવાન ઘવાયો હતો તેમને હોસ્પિટલે સારવારમાં ખસેડાતા તેમનું ચાર દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ગોંડલના મૌવૈયામાં અજાણ્યા કારના ચાલકે પાંચ વર્ષના બાળકને ચગદી માર્યો હતો બન્ને ઘટનામાં અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરાઈ છે.

Advertisement

બનાવની વધુ વિગતો અનુસાર લોધીકાના ખાંભા ગામે રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ સાગઠિયા નામનો 32 વર્ષનો યુવાન ગઈ તા. 1ના રોજ પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે માખાવડ પાસે બાઈક સ્લિપ થતાં તેમને શરીરે ઈજા થતાં તેમને સારવાર અર્તે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તેમનું સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. સુરેશ કારખાનામાં મજુરી કામ કરે છે. લોધીકા ખરીદી કરીને પરત ઘરે આવતો હતો ત્યારે બનાવ બન્યો હતો.

બીજા બનાવમાં ગોંડલના સીશક ગામે રહેતા રાજુભાઈ વસુનિયાનો પાંચ વર્ષનોે પુત્ર આશિષ ગઈ તા. 3ના રોજ સવારે મોવૈયા રોડ દાવતના કારખાના પાસે રસ્તે ચાલીને જતો હતો ત્યારે અજાણી કારના ચાલકે હડફેટે લેતા તેમનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ ંહતું આશિષ ત્રણ ભાઈ એક બહેનમાં નાનો છે. તે મુળ મધ્યપ્રદેશનો વતની છે. તેમજ તેમના પિતા ખેતીકામ કરે છે. અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement