ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોટડાસાંગાણીના સોડિયા ગામે છકડો રિક્ષા પલટી ખાઈ જતાં યુવકનું મોત : ત્રણને ઈજા

11:53 AM Jul 29, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

હોસ્પિટલેથી દવા લઈ માતા-પુત્ર ઘરે જવા નિકળ્યા હતાં ત્યારે રસ્તામાં કાળ ભેટી ગયો

Advertisement

રાજ્યના ધોરીમાર્ગ પર સર્જાતા જીવલેણ અકસ્માતોની હારમાળામાં શનિવારે સાંજે કોટડાસાંગાણીના સોડિયા ગામ પાસે આડા ઉતરેલા કુતરાને બચાવવા જતાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા છકડો રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં માતાની નજરસામે જ જુવાનજોધ દિકરાને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના નાયણકા ચોકડી પાસે બાલાજી સિમેન્ટના કારખાનામાં રહેતા ભુરીબેન ભીલાભાઈ અજનાર ઉ.વ.52 અને તેનો પુત્ર દિપક ઉર્ફે દિપો ગત તા. 27-7-2024ના સવારે કોટડાસાંગાણી દાંતની સારવાર કરાવવા માટે નિકળ્યા હતા.

માતા-પુત્ર હોસ્પિટલથી દવા લઈ પરત ઘરે જવા નિકળ્યા હતા અને છકડો રિક્ષામાં જતા હતા ત્યારે સોડિયાગામ પાસે અચાનક કુતરુ આડુ ઉતરતા તેને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને છકડો રિક્ષા પલ્ટી ખાઈ જતાં દિપક ઉર્ફે દિપાને માથામાં ગંભીર ઈજા થતાં તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતમાં ફરિયાદી ભુરીબેન અને છકડો રિક્ષાના ડ્રાઈવર સહિત ત્રણ વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી હતી આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે ગુનો નોંધી છકડો રિક્ષા ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsKotdasanganikotdasanganinews
Advertisement
Advertisement