વીંછિયાના વનાળામાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેર પીધુ
લોધીકાના મેટોડામાં પતિએ પત્નીને માર મારતા સારવારમાં ખસેડાઇ
વિછીયા તાલુકાના વનાળા ગામે ખેત મજૂરી અર્થે આવેલા યુવાને દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિછીયા તાલુકાના વનાળા ગામે ખેત મજૂરી અર્થે આવેલા રમેશ નેહરુભાઈ નાયક નામના 40 વર્ષના યુવાને સાંજના સાતેક વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે દારૂૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રમેશ નાયક મૂળ દાહોદનો વતની છે અને તે એકની એક બહેનનો એકનો એક ભાઈ છે તેને સંતાનમાં ત્રણ પુત્ર અને પાંચ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં લોધીકાના મેટોડામાં આવેલા અંજલિ પાર્કમાં રહેતી ટ્વિન્કલબેન વિક્રમભાઈ શિહોરા નામની 32 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેના પતિ વિક્રમ શિહોરાએ ઝઘડો કરી માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
