મોરબીના પાવડિયારી નજીક કંપનીમાં ગળેફાંસો ખાઈ શ્રમિક યુવાનનો આપઘાત
મોરબીના પાવડીયારી નજીક સિરામિકમાં રહીને મજુરી કરતા પરપ્રાંતીય શ્રમિકે તાલુકા શાળા 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળી સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે પોલીસે આપઘાતના બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશ વતની હાલ મોરબીના પાવડીયારી પાસે એકઝોલી સિરામિકમાં રહીને કામ કરતા ગોવિંદકુમાર રામદીન ગૌતમ (ઉ.વ.18) નામના યુવાને મોરબી તાલુકા શાળા નં 1 ના ગ્રાઉન્ડમાં ઝાડની ડાળીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.
અબોલ જીવ બચાવાયા
ટંકારા નજીકથી ગૌરક્ષકોની ટીમે આઈસર ગાડીમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા 68 અબોલ જીવોને બચાવી લીધા હતા જે મુદામાલ પોલીસને સોપવામાં આવતા પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ બોરીચાએ આઈસર જીજે 02 એટી 8200 ના ચાલક વિરુદ્ધ અને તપાસમાં ખુલે તે આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાના આઈસરમાં ભેંસના પાડા જીવ નંગ 64 અને ભેંસના મરણ ગયેલ પાડા જીવ નંગ 04 એમ કુલ 68 જીવ ક્રુરતાપૂર્વક ભરી ટૂંકા દોરડાથી ખીચોખીચ બાંધી આઈસરમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના હેરફેર કરી મળી આઈસર સહીત 11.36 લાખનો મુદામાલ સ્થળ પર મૂકી આરોપી નાસી ગયો હતો ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
યુવકે ઝિંદગી ટૂંકાવી
ઉંચી માંડલ ગામ નજીક ઉંદર મારવાની દવા પી લેતા 22 વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ પાર્થ સિરામિકમાં કામ કરતા ગોવિંદભાઈ પ્રકાશભાઈ કુશવાહા (ઉ.વ.22) નામના યુવાન ગત તા. 11 ના રોજ કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે