અવધના ઢાળિયા પાસે ગોલ્ડન-10 નામની બિલ્ડિંગમાં શ્રમિક યુવતીનો આપઘાત
મુળ દાહોદના લીમખેડાની યુવતી બહેન-બનેવી સાથે મજૂરી કરતી હતી
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવા બનતા ગોલ્ડન 10 નામના બિલ્ડીંગમાં શ્રમિક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવતીના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
વધુ વિગતો મુજબ,મૂળ દાહોદના લીંમખેડાની વતની અને હાલ રાજકોટના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવા બનતા ગોલ્ડન 10 નામના બિલ્ડીંગમાં બહેન બનેવી સાથે રહી કડીયા કામની મજૂરી કરતી અસ્મિતા કબુરભાઈ રાવત નામની 19 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.આ અંગે યુનિવર્સીટી પોલીસના જીતુભાઈ બાળા તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસમાંથી પ્રાથમિક વિગતો મળી હતી કે,અસ્મિતા બે બહેન એક ભાઈમાં વચેટ હતી.ગઈકાલે રાત્રે પોતે લાકડા લેવા જાવ છુ કહી ગયા બાદ આ પગલું ભરી લીધું હતું.અસ્મિતાને ઘરે આવતા વાર લાગતા બહેન બનેવી આમ તેમ શોધવા નીકળ્યા હતા ત્યાં તેમનો લટકતો મૃતદેહ મળી આવતા શોક છવાઈ ગયો હતો.