રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટા ગેસ એજન્સીમાં કામ કરતા યુવકે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

12:31 PM Aug 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઉપલેટા શહેરના જુના પોરબંદર રોડ પર આવેલ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળ્યા મુજબ ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના મૂળ વતની અને હાલ ઉપલેટા શહેરમાં જુના પોરબંદર રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાછળ આવેલ ઈન્ડિયન કોલોનીમાં રહેતા અનુસૂચિત જાતિના રવજીભાઈ રામજીભાઈ બગડા નામના 35 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર લાકડાના બેંસામાં ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.

મૃતક યુવક ઉપલેટાના વીજળી રોડ પર આવેલ ઈન્ડિયન ઓઈલની ગિરિરાજ ગેસ એજન્સીમાં ગેસના બાટલા રીક્ષામાં ગ્રાહકોને ઘરે ઘરે પહોંચાડવા હેરફેર કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રવજીને પરિવારમાં પત્ની અને એક નાનો બાબો હોવાનું પણ સામે આવ્યું છે. ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. મૃતકની આત્મહત્યા કે હત્યા એ બાબતે મૃત્યુનું કારણ હાલ અકબંધ. પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

Tags :
gas agencygujaratgujarat newssuicideUpaletaUpaleta news
Advertisement
Next Article
Advertisement