નવાગામમાં કારખાનામાં કામ કરતા યુવકનું વીજશોકથી મોત
શહેરમાં નવાગામ વિસ્તારમાં આવેલ શાંતિ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા યુવકનું વિજશોકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામ વિસ્તારમાં આવેલ શાંતિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કામ કરતો ટીહિયા નબુભાઈ બિનવાલ (ઉ.વ.20) સાંજના ચારેક વાગ્યાના અરસામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજશોક લાગતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા વિસ્તારમાં આવેલ વીર મેઘમાયાનગરમાં રહેતા જશુબેન લાભુભાઈ સાગઠીયા નામના 66 વર્ષના આઠ દિવસ પોતાના ઘરે હતા. ત્યારે માનસિક બીમારીથી કંટાળી પોતાની જાત જલાવી લીધી હતી. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.