લીલિયાના ગાવડકામાં કડિયા કામ કરતો યુવાન 12 ફૂટની ઊંચાઇથી પટકાતા મોત
જૂનાગઢમાં રમતા-રમતા ખાટલા પરથી પટકાયેલી બે વર્ષની બાળાએ દમ તોડયો
લીલીયા તાલુકાનાં મોટા કણકોટ ગામે રહેતો યુવાન ગાવડકા ગામે કડીયા કામ કરતો હતો ત્યારે ભાંગતોડ કરતી વખતે અકસ્માતે પીલોર તુટી પડતા નીચે પટકાયો હતો. 12 ફુટની ઉચાઇએથી પટકાયેલા યુવકનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લીલીયાનાં કણકોટ ગામે રહેતો નરેશ ઉર્ફે કરશન અમરસીભાઇ બગડા નામનો 31 વર્ષનો યુવાન 8 દિવસ પુર્વે ગાવડકા ગામે કડીયા કામ કરતો હતો ત્યારે ભાંગતોડ કરતી વખતે પીલોર તુટી પડતા યુવાન 12 ફુટની ઉચાઇએથી નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે અમરેલી બાદ રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. જયા યુવકનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે મૃતક યુવાન બે ભાઇ બે બહેનમા મોટો હતો. અને તેને સંતાનમા બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા માણાવદરનાં કથકપરામા રહેતો પરીવાર જુનાગઢ ખાતે આવેલ આજીયાનીબાગ રવીવારી બજારનાં મેદાનમા હતો ત્યારે તેની બે વર્ષની પુત્રી આયશા અશોકભાઇ પરમાર ખાટલા પર રમતી હતી તે દરમ્યાન અકસ્માતે ખાટલા પરથી રમતા રમતા ગબડી પડી હતી. માસુમ બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પુર્વે જ બાળકીએ હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક બાળકી તેના માતાની એકની એક લાડકવાયી પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.