રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેડની નદીમાં બાઈક સાથે એક યુવાન તણાયો

11:52 AM Sep 07, 2024 IST | admin
Advertisement

ફાયર બ્રિગેડની ટીમે બાઇક શોધી કાઢ્યું: યુવાન હજુ લાપતા

Advertisement

જામનગર નજીક બેડની નદીમાં એક યુવાન બપોરના સમયે પોતાના બાઈક સાથે તણાયો હતો, જે અંગેની જાણકારી મળતાં પોલીસે ફાયરની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાઈક મળી આવ્યું છે, પરંતુ યુવાન હજુ લાપતા હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર નજીક બેડની નદીના પાણીના પ્રવાહની સાથે એક યુવાન બાઇકની સાથે તણાયો હતો. બપોરે બાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હોવાનું ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું.

જેથી સિક્કાના પોલીસ કર્મચારી કરણસિંહ જાડેજાએ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને ફાયર બ્રિગેડ ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન નદીમાંથી બાઈક મળી આવ્યું છે. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યું છે. પરંતુ યુવાનો હજી કોઈ પત્તો લાગ્યો ન હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.બાઈકના નંબરના આધારે યુવાન તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

Tags :
Bedni riverbike plungedgujaratgujarat newsjamnaagrnewsyoung man
Advertisement
Next Article
Advertisement