શિકાર કરવા ગયેલો યુવાન 50 ફૂટ ઊંડી પાણીની ખાણમાં પટકાતાં મોત
કોટડા સાંગાણીની ઘટના: ઘરેથી નીકળેલા યુવકની બીજા દિવસે લાશ મળતા પરિવારમાં કાળો કલ્પાંત
કોટડાસાંગાણીમાં રહેતો યુવાન ઘરેથી શિકારની શોધમાં નિકળ્યાબાદ 50 ફૂટ ઉંડી પાણીની ખાણમાં પટકાતા મોત નિપજ્યું હતું.
ઘરેથી નિકળેલા યુવકની પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરતા યુવકનો બીજા દિવસે પાણીની ખાણમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણીમાં રહેતો અર્જુન શવશીભાઈ વાઘેલા નામનો 23 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરેથી બહાર ગયા બાદ ગઈકાલે યુવકનો 50 ફૂટ ઉંડી ખાણમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં અર્જુન વાઘેલા પાંચ ભાઈ એક બહેનમાં વચેટ હતો અને ઘરેથી શિકાર કરવા નિકળ્યા બાદ કોટડાસાંગાણીમાં ખોખરી રોડ ઉપર આવેલ 50 ફૂટ ઉંડી પાણીની ખાણમાં પટકાતા મોત નિપજ્યું હતું. પરિવારની શોધખોળ દરમિયાન યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.