For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મવડી પ્લોટમાં વોકિંગમાં નીકળેલા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

05:04 PM Aug 09, 2024 IST | Bhumika
મવડી પ્લોટમાં વોકિંગમાં નીકળેલા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
Advertisement

10 દિવસની સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બિછાને દમ તોડ્યો

Advertisement

શહેરના મવડી પ્લોટમાં ચંદ્રેશનગર મેઇન રોડ પર વોકિંગમાં નીકળેલા યુવાનને અજાણ્યો વાહનચાલક અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્5િટલમાં ખસેડાતા 10 દિવસની સારવાર બાદ મોત નીપજયું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મવડી પ્લોટમાં ફાયર બ્રિગેડની સામે આસોપાલવ પાર્ક-1માં રહેતા વિજયસિંહ પ્રતાપસિંહ ચાવડા (ઉ.વ.38) ગત તા.30/7ના રાત્રે 10 વાગ્યાના અરસામાં વોકિંગ કરવા જતા હતા. ત્યારે ચંદ્રેશનગર મેઇન રોડ પર બેકબોન શોપીંગ સેન્ટર પાસે પહોંચતા કોઇ અજાણ્યો વાહન ચાલકે અડફેટે લઇ નાશી ગયો હતો.આ અકસ્માતમાં વિજ્યસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ સારવાર કારગત ન નીવડતા હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા તેમનું મોત નીપજયું હતું. આ અંગે માલવિયાનગર પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક વિજયસિંહ ત્રણભાઇમાં નાના અને અપરિણીત હતા તથા કારખાનામાં મજૂરી કરતા હતા. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement