ચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાત
બોટાદના બાબરકોટ ગામે રહેતો સંજય નટુભાઇ સારોલા નામનો 19 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડાયો હતો. જયા યુવકનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન બે ભાઇ બે બહેનમા વચેટ હતો અને હિરા ઘસી પરીવારને આર્થીક મદદ કરતો હતો.
સંજય સારોલાની 3 માસ પુર્વે જ બોટાદ ખાતે સગાઇ થઇ હતી. ગઇકાલે ઘરેથી ચોટીલા પુનમ ભરવા જવાનુ કહીને નીકળ્યા બાદ વાડીએ ઝેરી દવા પી લીધી હતી અને પોતાનુ બાઇક સંતાડી દીધુ હતુ પરંતુ બહેને ફોન કરતા વોકળામા હોવાની જાણ થતા પરીવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સારવાર અર્થે ખસેડયો હતો પરંતુ યુવકનો જીવ બચ્યો ન હતો. આ અંગે પાળીયાદ પોલીસે નોંધ કરી યુવકના આપઘાતનુ કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.