ભગીરથ સોસાયટીમાં સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવેલો યુવાન ત્રીજા માળેથી પટકાયો
વાંકાનેરના યુવાન રાજકોટમાં સંતકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવ્યો હતો. ત્યારે તે ત્રીજા માળેથી નીચે પટકાતા તેમને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો છે. મળતી વિગતો અનુસાર વાંકાનેરના ગુ.હા. બોર્ડના ક્વાર્ટરમાં રહેતા રોહિત ભનાભાઈ સાકરિયા (ઉ.વ.34) નામનો યુવાન સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા સબંધી દિનેશભાઈ દેગામાની ઘરે આવ્યો હતો. ત્યારે ત્રીજા માળેથી અચાનક નીચે પટકાતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
આ મામલે હવે પોલીસે યુવાનના પરિવારનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે. જ્યારે બીજી ઘટનામાં મોરબીના રણછોડનગરમાં રહેતી ચિરાગ સંજય જાદવનામના 24 વર્ષનો યુવાન રાજકોટ માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં હતો ત્યારે તેમના મિત્ર ટીકુ, રીન્કુભાઈ એમ બધા ડાન્સ કરતા હતા ત્યારે ધારદાર હથિયાર ખભા પર વાગી જતાં તેમને સારવારમાં ખસેડાયો હતો. આ મામલે પોલીસે યુવાનનું નિવેદન નોંધે તે પહેલા જ ચિરાગ ત્યાંથી જતો રહ્યો હતો.