For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અટિકા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકનાર યુવાને દમ તોડ્યો

04:54 PM Aug 08, 2024 IST | Bhumika
અટિકા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકનાર યુવાને દમ તોડ્યો
oplus_32
Advertisement

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતુ મૂક્યું હતું. જેથી તેના બંને પગ કપાઈ જતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યાં યુવકનું મોત નિપજતા પોલીસે અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર અટીકા ફાટકથી માલવીયા ફાટક વચ્ચે સવારના નવેક વાગ્યાના અરસામાં વેરાવળથી રાજકોટ આવતી ટ્રેન હેઠળ અજાણ્યો યુવાન (ઉ.વ.આશરે 35) એ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવાનના બંને પગ કપાઈ જતા ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પોલીસે અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવિયાનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ મૃતક યુવકની ઓળક મેળવવા અને આપઘાત શા માટે કર્યો? તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement