મોરબીમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો
વાંકાનેરમાં બીડી સળગાવતા અકસ્માતે ગોદડુ સળગી જતાં વૃધ્ધ દાઝયા
મોરબીમાં શનાળા રોડ પર રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં શનાળા રોડ પર રહેતાં નિખીલ મથુરભાઈ ભાલીયા નામનો 28 વર્ષનો યુવાન બે દિલસ પહેલા પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
મૃતક યુવાન એક ભાઈ એક બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.બીજા બનાવમાં વાંકાનેરમાં આવેલા શક્તિપરા વિસ્તારમાં રહેતાં આશુભાઈ સામતભાઈ રાઠોડ (ઉ.80) ત્રણ દિવસ પૂર્વે રાત્રીનાં સમયે ખાટલામાં સુતાં હતાં ત્યારે બીડી સળગાવતા તિખારો ઉંડીને ગોદડા ઉપર પડતાં ગોદડું સળગ્યું હતું. જેમાં આશુભાઈ રાઠોડ પણ દાઝી જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.