ખોવાયેલા 200 રૂપિયાની પૂછપરછ કરતા યુવકને રૂમ પાર્ટનરે દારૂના નશામાં ગાળો ભાંડી છરી ઝીંકી દીધી
લોધીકાનાં ખાંભા ગામે મજુરી અર્થે આવેલા યુવાને ખોવાયેલા ર00 રૂપીયા અંગે રુમ પાર્ટનરને પુછપરછ કરી હતી. જેથી રુમ પાર્ટનરે દારુનાં નશામા યુવકને ગાળો ભાંડી હતી . યુવકે ગાળો દેવાની ના પાડતા નશેડી શખ્સે છરીનાં ઘા ઝીકી દીધા હતા . હુમલામા ઘવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાનાં ખાંભા ગામે રહેતા પ્રદીપ વિશ્ર્વનાથ દંત નામનો રપ વર્ષનો યુવાન સાથે રાત્રીનાં સમયે રોહન નામનાં શખ્સે ઝઘડો કરી છરીનાં ઘા ઝીકી દીધા હતા. પ્રદીપ દંતને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરતા લોધીકા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા ઇજાગ્રસ્ત પ્રદીપ દંત અને હુમલાખોર બંને પશ્ર્ચિમ બંગળાનાં વતની છે . પ્રદીપ દંતનાં ર00 રૂપીયા ખોવાઇ જતા તે અંગે રોહનને પુછયુ હતુ જેથી રોહને દારુનાં નશામા ગાળો ભાંડી હતી જેથી પ્રદીપ દંતે ગાળો દેવાની ના પાડતા રોહને છરીનાં ઘા ઝીકી દીધા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે આક્ષેપનાં પગલે લોધીકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.