મોરબીમાં ગાડી ભટકાડવાનો આક્ષેપ કરી યુવાન પર છરીથી હુમલો કર્યાં
ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો: બે સામે ફરિયાદ
મોરબીમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આવરા તત્વો ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયારો સાથે રાખી જાહેરમાં ફરી રહ્યા છે અને અવારનવાર નજીવી બાબતે મારામારી કરી રહ્યા હોય છે જાણે પોલીસનો કોઈ ડર નાગરિકોમાં રહ્યો ના હોય તેમ રવાપર રોડ પર ગાડીને ઓવરટેક કરી મારી ગાડી સાથે કેમ ભટકાડી કહીને બે ઇસમોએ બોલાચાલી કરી યુવકને માર મારી કરી છરીના ઘા ઝીંકી દીધા હતા જે સમગ્ર બનાવમાં સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ ઘુનડા રોડ પર રહેતા દર્શિત ચંદ્રેશભાઈ ઓગણજા નામના યુવકે આરોપીઓ આશિષ હેમંતભાઈ આદ્રોજા અને અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તેના પિતાજીને મુકવા રવાપર ગામ ઘરેથી અવની ચોકડી જવા નીકળ્યા હતા ત્યારે યુવક કાર નં -ૠઉં-36-અઅક-0120વાળી લઈને જતા હોય અને અવની ચોકડીએ પિતાને મુકીને પરત આવતા હોય ત્યારે રવાપર ગામના તળાવ પાસે પહોંચતા એક આઈ 20 કાર ઓવરટેક કરી સાઈડમાં દબાવી હતી જેથી યુવકે ગાડી ઉભી રાખી નીચે ઉતરતા તે કેમ મારી ગાડી ભટકાડી કહીને ગાળો બોલવા લાગ્યો જેથી યુવાન ગાડી ચલાવી નીકળી ગયો હતો અને રાત્રીના રવાપર ઘુનડા રોડ પર વૈદેહી પ્લાઝા પાસે યુવક ગાડી ઉભી રાખી નીચે ઉતર્યો જ્યાં આશિષ અને એક અજાણ્યો ઇસમ આવી ગાળો બોલવા લાગ્યા હતા અને યુવકને છરીનો એક ઘા પગમાં અને એક ઘા સાથળના પાછળના ભાગે મારી દ ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી આશિષ આદ્રોજા અને તેની સાથેના અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.