પડધરીમાં પૂંઠુ ઓઢીને સૂતેલા યુવક ઉપર લોડર ફરી વળતા મોત
પડધરીમા આવેલી નિલકંઠ પમ્પ એન્ડ પેપર બોર્ડ કંપનીમા કામ કરતો જીતેન્દ્ર બાલીયાભાઇ ગેહલોત નામનો રર વર્ષનો યુવાન નાઇટ ડયુટી દરમ્યાન પુઠાનાં ઢગલામા પુઠુ ઓઢીને સુતો હતો. તે દરમ્યાન કંપનીનાં લોડરનો ડ્રાઇવર અજય ઉર્ફે કાલીયો લોડર લઇને આવ્યો હતો. અને લોડરથી પુઠાનાં બંડલ ફેરવતી વખતે પુઠુ ઓઢીને સુતેલા જીતેન્દ્ર ગેહલોત પર લોડર ફરી વળ્યુ હતુ . ગંભીર રીતે ઘવાયેલા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ 108 નાં ઇએમટીએ જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે .
પ્રાથમીક પુછપરછમા મૃતક જીતેન્દ્ર ગેહલોત મુળ મધ્ય પ્રદેશનો વતની હતો અને પાંચ ભાઇ બે બહેનમા વચેટ હતો . જીતેન્દ્ર ગેહલોત તેનાં મોટાભાઇ અને નાના ભાઇ સાથે પડધરીમા આવેલી નિલકંઠ પમ્પ એન્ડ પેપર બોર્ડ કંપનીમા કામ કરતો હતો. નાઇટ ડયુટી દરમ્યાન પુઠુ ઓઢીને સુતેલા જીતેન્દ્ર ગેહલોત પર લોડર ફરી વળતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે બેદરકારી દાખવનાર લોડર ડ્રાઇવર અજય ઉર્ફે કાલીયા વિરુધ્ધ મૃતકનાં મોટા ભાઇએ પડધરી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.