યુનિ. રોડ પર સરકારી આવાસમાં રહેતા યુવાને અભ્યાસની ચિંતામાં ઊંઘનો ઓવરડોઝ લીધો
રાજકોટ શહેરના યુનિ. રોડ પર કેવલમ રેસીડેન્સીની સામે આવાસ યોજના ક્વાટર્સમાં રહેતો કોલેજીયન યુવાને અભ્યાસની ચિંતામાં ઉંઘની વધુ પડતી દવા પી જતાં તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. તે સૌરાષ્ટ્ર યુનિ.માં અભ્યાસ કરે છે. બનાવની મળતી વિગતો અનુસાર, કેવલમ રેસીડેન્સીની સામે આવાસ યોજના ક્વાટર્સમાં રહેતા પ્રકાશ મારખીભાઈ બલવા (ઉ.વ.24) નામના યુવાને રાત્રે ઉંઘની વધુ પડતી દવા પી જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રીના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમના પિતા મજુરી કામ કરે છે.
પ્રકાશ અભ્યાસ કરવાની સાથે સાઈડમાં નોકરી પણ કરે છે. અભ્યાસની ચિંતામાં તેમણે ઉંઘની વધુ પડતી દવા પી લીધી હતી. પોતે બેભાઈ એક બહેનમાં મોટો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યારે બીજી ઘટનામાં દુધસાગર રોડ પર ક્વાટર્સમાં રહેતા વસીમ દિલાવર કુરેશી નાના 38 વર્ષના યુવાને ચુનારાવાડ ચોકમાં માથામાં નાખવાની ડાઈ પી જતાં સારવારમાં ખસેડાયો હતો.