ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા યુવકે કોર્ટના દ્વારે કર્યુ આત્મવિલોપન

12:28 PM Jul 23, 2025 IST | Bhumika
Advertisement

વેરાવળની ઘટના: જમીન પચાવી પાડનાર અલાણા બંધુએ FM ગ્રુપના ફારૂક મૌલાનાને હવાલો સોંપતા ષડયત્ર રચ્યાનો આક્ષેપ

Advertisement

વર્ષ 2022 માં જમીન મુદ્દે દાવો દાખલ કરતા સમાધાન માટે બોલાવી બાઇકની ડેકીમાં ડ્રગ્સની પડીકી નાખી પકડાવ્યો, પોલીસની પણ મીલીભગત હોવાનો આરોપ

વેરાવળનાં ડાભોર ગામની જમીન પચાવી પાડનાર વિદેશ રહેતા અલાણા બંધુ વિરુધ્ધ કોર્ટમા દાવો દાખલ કરવામા આવ્યો હતો. જેને પગલે અલાણા બંધુએ વેરાવળનાં એફએમ ગ્રુપનાં ફારૂક મૌલાનાને હવાલો આપતા યુવકને બે વર્ષ પુર્વે ડ્રગ્સનાં ખોટા કેસમા ફીટ કરાવી દીધો હતો. યુવાને ન્યાય માટે વેરાવળનાં કોર્ટનાં દરવાજા પાસે પોતાની જાતે જવલનશીલ પ્રવાહી છાટી આત્મ વિલોપન કર્યુ હતુ. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વેરાવળમા આવેલા આરબ ચોકમા રહેતા અને મચ્છીનો ધંધો કરતા અસફાક ગફારભાઇ પંજા નામનો 3ર વર્ષનો યુવાન સાંજનાં ચારેક વાગ્યાનાં અરસામા વેરાવળ સેશન્સ કોર્ટનાં દરવાજા પાસે હતો. ત્યારે પોતાની જાતે જવલનશીલ પ્રવાહી છાટી કાંડી ચાપી દીધી હતી. યુવાને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા કોર્ટનાં દરવાજે હાજર વકીલ સહીતનાં દોડી ગયા હતા. અને તાત્કાલીક યુવકને બચાવી લીધો હતો ઘટનાની જાણ થતા ગીર સોમનાથ એલસીબી અને સ્થાનીક પોલીસ મથકની ટીમ ઘટનાં સ્થળે દોડી ગઇ હતી ગંભીર રીતે દાઝી ગયેલા અસફાક પંજાને તાત્કાલીક સારવાર માટે વેરાવળ બાદ જુનાગઢ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો છે.

આ ઘટના અંગે આત્મ વિલોપન કરનાર યુવકનાં ભાઇની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે વેરાવળનાં ડાભોર ગામે આવેલી તેનાં નાના ઇસ્માઇલભાઇ હુશેનભાઇ પટેલની ર0 વિઘા જમીન અબ્દુલ સતાર અલાણા અને આમદ સતાર અલાણાએ પચાવી પાડી હતી. જે અંગે જમીન માલીક દ્વારા કોર્ટમા દાવો દાખલ કરવામા આવ્યો હતો જે જમીન વિવાદનાં સમાધાન માટે એઝાજ નામનાં શખસે અસફાક પંજાને વેરાવળમા આવેલી શુકુન હોટલ ખાતે બોલાવ્યો હતો. અને જયા અસફાક પંજાની નજર ચુકવી તેનાં બાઇકની ડેકીમા ડ્રગ્સની પડીકી નાખી દીધી હતી. હોટલનાં પાર્કીગમાથી બહાર નીકળતાની સાથે એસઓજીની ટીમે અસફાક પંજાને ડ્રગ્સ સાથે ઝડપી લઇ એનડીપીએસનો ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યો હતો. જે જમીનનાં વિવાદનો વિદેશ રહેતા અલાણા બંધુએ વેરાવળનાં એફએમ ગ્રુપનાં ફારૂક મૌલાનાને હવાલો સોપ્યો હતો.

ફારૂક મૌલાનાએ જમીનનાં કાગળો માગી અન્ય ગુનાઓમા સંડોવી ઓલ ઇન્ડીયા દર્શન કરાવવાની ધમકી આપી હતી. વર્ષ ર0રર મા ડ્રગ્સનો ખોટો કેસ દાખલ કરવામા જે તે સમયનાં વેરાવળ એસઓજી પોલીસ મથકનાં પીઆઇ એ. બી જાડેજા, નરવણસિંહ અને ગોવિંદવંશની મીલીભગત હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. ડ્રગ્સ કેસમા ખોટી રીતે સંડોવાયેલા અસફાક પંજાએ ન્યાય મેળવવા કોટર્ર્નાં દ્વારે આત્મ વિલોપન કર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

Tags :
drug casegujaratgujarat newssuicideVeravalVeraval news
Advertisement
Next Article
Advertisement