સિક્કામાં યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત
01:33 PM Nov 27, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર તાલુકાના સિક્કામાં કારા ભુંગા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ધીરજલાલ કાંતિલાલ ચૌહાણ નામના 38 વર્ષના યુવાને આર્થિક ભીંસના કારણે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મૃત્યુ નીપજયું છે.
Advertisement
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ વસંતભાઈ કાંતિલાલ ચૌહાણ એ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે હોસ્પિટલમાં દોડી જઈ ધીરજલાલના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ધીરજલાલભાઈએ તેમના મોટાભાઈ પાસેથી થોડા સમય પહેલા એક લાખ રૂૂપિયા ઉછીના લીધા હતા, જે પરત આપી શકે તેમ ન હોવાથી, અને આર્થિક તંગી અનુભવતા હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
Next Article
Advertisement