કાળીપાટમાં યુવાને રસોડામાં ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
રાધેશ્યામ સોસાયટીમાં બાંધકામ સાઇટ પર યુવાન બીજા માળેથી પટકાયો
શહેરની ભાગોળે ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે રહેતા યુવાને નવનિર્મિત મકાનના રસોડામાં કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે રહેતા મનસુખભાઈ લીંબાભાઈ વાઘેલા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના બે વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતા અજય નનકુભાઈ બથવાર નામનો 18 વર્ષનો યુવાન મવડી ચોકડી નજીક આવેલી રાધેશ્યામ સોસાયટીમાં હિતેશભાઈ રવજીભાઈ કોટડીયાની સાઈટ પર હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.