ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉનાના પાલડી ગામે ઝાડ સાથે લટકી યુવાને જીવ દીધો

11:50 AM Jul 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ગીર સોમનાથના ઉનાનાં પાલડી ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર વૃક્ષ પર લટકી આપઘાત કરી લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતદેહ દીવ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. આ ઘટનાથી પરીવારમાં શોક પ્રસરી ગયો હતો.

દીવ પાસે આવેલા નાગવાની હોટલમાં કામ કરતા પાલડી ગામના યુવાન ધર્મેશ બાબુભાઇ વાજાએ કોઈ કારણોસર દીવના નાગવા રોડ પર આવેલ ડાયનાસોર પાર્ક પાસે આવેલા ઝાડ પર લટકી આપઘાત કરી લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી. યુવાનને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં દીવ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં તબીબે તેને મૃત જાહેર કરેલ છે. આ અંગે તેમનાં પરિવારજનોને જાણ કરવામાં આવતા તાત્કાલિક દીવ હોસ્પિટલે દોડી ગયા હતા. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દીવ પોલીસે યુવાનનાં મોતનું કારણ જાણવા અંગે આગળની વઘુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsPaldi villagesuicideUna
Advertisement
Advertisement