રૂખડિયાપરાના યુવાને પ્રેમિકાએ ફોન નહીં ઉપાડતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમીકાએ ફોન નહીં ઉપાડતા લીકવીડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા યુવરાજ અતુલભાઇ ભાલારા (ઉ.વ.18) પોતાના ઘરે હતો ત્યારે સવારના કપડા ધોવાનું લીકવીડ પી લીધુ હતું. યુવાનને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બનાવમાં મોરબી રોડ ઉપર ગાંધી વસાહત સોસાયટીમાં જાગૃતિબેન રામજીભાઇ જાદવ નામની 18 વર્ષની યુવતીએ ફિનાઇલ, ગાંધીગ્રામમાં પ્રકાશભાઇ નરેન્દ્રભાઇ રાવલ (ઉ.વ.53)એ જવલનશીલ પ્રવાહી અને દોઠ સો ફુટ રીંગરોડ ઉપર પુનિતના ટાંકા પાસે યશ નરેન્દ્રભાઇ રામાનુજ (ઉ.વ.18)એ ઝેરી પાવડર પી લીધો હતો. જવલનશીલ પ્રવાહી પી લેનાર યુવતી સહીત ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
વેલનાથપરામાં યુવાન ઉપર હુમલો
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતા ભુરા શામજીભાઇ સિંધવ નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે મોહિત, સંજય અને અજાણ્યા શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.