રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આખલાની ટકકરે બાઇકસવાર રાજકોટના યુવકનું મોત, એક ગંભીર

11:51 AM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં ફરી એકવાર રખડતા ઢોરની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. રાજકોટ જસદણ બાઇપાસ રોડ પર રખડતા આખલાઓના આતંકને કારણે રાજકોટના રેલનગરમાં રહેતા કૌશિક પ્રજાપતિ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. બે આંખલાવો બાખડતા બંને આંખલાઓએ એક બાઈક પર જતા બે યુવકોને અડફેટે લીધા હતા. જે બાદ બન્ને યુવકો રોડ પર ફંગોળાયા. અને સામેથી આવતી કચરો ભરેલી જસદણ નગર પાલિકાની ગાડી સાથે ટકરાયા. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે અને બીજા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સદનસીબે આખલાઓએ ટક્કર માર્યા પછી તેઓ હેવી ટ્રક નીચે આવતાં બચી ગયા હતા. જો કે, ગંભીર ઇજા થવાથી એકનું મોત નિપજયુ હતું.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement